MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us DONATE US
આપણું સુખ સહિયારુ છે કારણ કે, જે કોઇ સુખ આપણે ભોગવગીએ છીએ તે સામાજિક સુવ્યવસ્થાના કારણે છે. આરાજક સમાજમાં કોઇપણ પ્રકારનું સુખ સંભવે નહીં. ઇતિહાસ સાક્ષી છે કે, જ્યારે સામાન્ય જનની સહનશક્તિનો અંત આવે છે ત્યારે, સામાજિક ક્રાંતિ સર્જાય છે - સુકા ભેગું લીલુ પણ બાળી નાંખે છે.

SOCIAL ACTIVITIES

 

સંસ્થાની સેવાકિય પ્રવૃતિઓ

 

સહિયારુ અભિયાન

સખાવતી દાતાઓની ઉદાર સહાયથી સમાજના આર્થિક રીતે સંકડામણ / અનુભવતા પરિવારોને અનાજ, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સહાયરૂપ થવા ૨૦૧૦ થી કાર્યરત સંસ્થા છે.

 

વિધવા / ત્યકતા સ્ત્રીઓ, વિકલાંગ, વરિષ્ઠ નાગરિક આધારિત પરિવારો ઉપરાંત સક્ષમ પરિવાર ઉપર આવી પડેલ અણધારી આપત્તિના સમયગાળા માટે સહાયરૂપ થવા સંસ્થા સતત પ્રયત્નશીલ છે.

 

 

અન્ન​ સહાય

છેલ્લા આઠ વર્ષથી સતત દર અંગ્રેજી માસના બીજા રવિવારે ઉપર જણાવેલ જરૂરતમંદ પરિવારોને અન્ન-સંપૂટનું વિતરણ કરવામાં આવે છે. જેમાં હાલ ૧૧૦ જેટલા પરિવારો લાભ લે છે. અન-સંપૂટમાં ઘઉં, ચોખા, દાળ, ખાંડ, તેલ, ગોળ, હા, મરચું, હળદર અપાય છે.

 

તહેવારો જેવા કે ઉત્તરાયણમાં તલ-ગોળ, હોળીમાં ધાણી-ચણા-ખજૂર-મમરા, શ્રાવણ-અધિક માસમાં રાજગરાનો લોટ, મોરયો તથા દિવાળીમાં મીઠાઈ, મઠિયા અને ચવાણું દાતાઓ તથા ટ્રસ્ટીઓના સહયોગથી અપાય છે.

 

મસાલાની સીઝનમાં - મે માસના વિતરણ વખતે રાઈ, મેથી, અજમો અને જીવ પણ આપવામાં આવે છે.

 

દાતાઓની અનુકૂળતાએ શિયાળામાં ચોરસા, દિવાળી ટાણે બહેનોને સાડી તથા અન્ય પ્રસંગોપાત જીવન જરૂરીયાતની વસ્તુઓનું વિતરણ પણ કરાય છે.